ભારતીય મહિલા ક્રિકેટ ટીમનાં અરમાનો પર પાણી ફરેવી ઇંગ્લેન્ડની ટીમ ચોથી વખત વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડની ટીમે નતાલી સ્કીવરના ૫૧ રન અને સારા ટેલરના ૪૫ રનની મદદથી નિર્ધારિત ૫૦ ઓવરમાં સાત વિકેટ ગુમાવી ૨૨૮ રન બનાવ્યા હતા. ભારત તરફથી ઝૂલન ગોસ્વામીએ ૧૦ ઓવરમાં ૨૩ રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી જ્યારે પૂનમ યાદવે બે વિકેટ અને રાજેશ્વરી ગાયકવાડે એક વિકેટ ઝડપી હતી.૨૨૯ રનના જવાબમાં ભારતીય ટીમનો મજબૂત પ્રારંભ બાદ ધબડકો થતાં ૨૧૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી શ્રુબસોલે ૯.૪ ઓવરમાં ૪૬ રન આપી છ વિકેટ ઝડપી હતી