પ્રવર્તન નિર્દેશનાલય (ઈડી)નાં પંજાબ યુનિટે એક ખતરનાક ડ્રગ માફીયા અક્ષયકુમાર છાવડાની ધરપકડ કરી છે. તેની વિરૂદ્ધ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચંડીગઢમાં કેસ દાખલ કરાયો છે. આરોપી દીબુ્રગઢ નાસી ગયો હતો ત્યાંથી ઈડી તેને પકડીને ચંડીગઢ લાવી હતી.
આ આરોપી ટમેટા અને દાડમની કળીના જ્યુસ દ્વારા હેરોઈનની તસ્કરી કરતો હતો. તેમાંથી મેળવેલા પૈસાથી તેણે કેટલીયે પ્રોપર્ટી ખરીદી હતી. તેની ડ્રગ સીન્ડીકેટ, મની લોન્ડરિંગમાં પણ વ્યસ્ત હતી તે અંગે પણ ઈડી તપાસ કરી રહી છે.