વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારે નોકરીઓમાં ભરતી પ્રક્રિયાને એવી બનાવી દીધી છે કે તેમાં ભ્રષ્ટાચાર અને નેપોટિઝમને ખતમ કરી નાખ્યા છે. એક રોજગાર મેળામાં નવા ૭૧૦૦૦ કર્મચારીઓને નિમણુંક પત્ર આપતી વખતે વડાપ્રધાને આ નિવેદન આપ્યું હતું.
છેલ્લા નવ વર્ષના ભાજપ સરકારના શાસનમાં થયેલા વિકાસની અને કામગીરીની વાતો કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સરકારી નોકરીઓમાં અરજીથી લઇને પરીણામોની જાહેરાતો સુધીની સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી છે. જેને પગલે ભ્રષ્ટાચાર અને લાગવગને ખતમ કરી નાખવામાં આવ્યા છે. જ્યારે ગુ્રપ સી અને ગુ્રપ ડીના પદો પર ભરતીમાં ઇંટરવ્યૂને પણ ખતમ કરી દેવામાં આવ્યા છે.