ભારત સરકાર, યુનાઈટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ (ઉલ્ફા) અને અસમ સરકાર વચ્ચે શુક્રવારે ત્રિપક્ષીય સમજૂતી કરાર થયો છે. છેલ્લા ૪૦ વર્ષમાં પહેલી વખત સશ ઉગ્રવાદી સંગઠન ઉલ્ફા સાથે ભારત અને અસમ સરકાર વચ્ચે શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. આ શાંતિ સમજૂતીથી અસમમાં દાયકાઓ જૂના ઉગ્રવાદનો અંત આવવાની આશા છે. જોકે, પરેશ બરુઆના નેતૃત્વવાળુ ઉલ્ફાનું કટ્ટરપંથી જૂથ આ સમજૂતીનો ભાગ નથી. આ જૂથે સરકાર દ્વારા રજૂ કરાયેલ સમજૂતીમાં જોડાવાનો ઈન્કાર કરી દીધો છે.