જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકીઓને પકડવા માટે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના પિંજુરા ગામ અને જૈનપોરા સેક્ટર અને કુલગામ જિલ્લાના મોહમ્મદ પોરા વિસ્તારને ઘેરી લીધો છે. સુરક્ષા દળોને આ વિસ્તારોમાં કેટલીક આતંકી ગતિવિધિ હોવાની જાણ થઈ હતી. સેનાના જવાન દરેક ઘરની તલાશી લઈ રહ્યા છે અને ત્યાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કામ પણ ચાલી રહ્યું છે.
મળતી જાણકારી મુજબ, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સુરક્ષા દળોને સૂચના મળી હતી કે કેટલાક આતંકવાદી આ વિસ્તારમાં છુપાયેલા છે. સૂચનાના આધારે સુરક્ષા દળોએ શોપિયાં જિલ્લાના પિંજુરા ગામ અને જૈનપોરા સેક્ટરને ઘેરી લીધા છે. બીજી તરફ, કુલગામ જિલ્લાના મોહમ્મદ પોરામાં પણ આતંકીઓ અને સુરક્ષા દળોની વચ્ચે અથડામણની માહિતી છે. પ્રાપ્ત જાણકારી મુજબ, આ વિસ્તારમાં બેથી વધુ આતંકી છુપાયેલા છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે. બંને તરફથી ગોળીબાર થઇ રહ્યો છે. જોકે, હજુ સુધી કોઈ જાનમાલના નુકસાનની માહિતી પ્રાપ્ત થઇ નથી.