છત્તીસગઢના નક્સલ પ્રભાવિત સુકમા જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોએ, જેમના માથે ઈનામ જાહેર કર્યું હતુ તેવા બે નક્સલીઓને ઠાર કર્યા છે. પોલીસ અધિકારીઓએ મંગળવારે આ જાણકારી આપતા જણાવ્યું કે, જિલ્લાના ચિંતાગુફા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તાડમેટલા અને ડુલેદ ગામોના જંગલમાં આજે સવારે લગભગ 6 વાગ્યે સુરક્ષા દળોએ જગરગુંડા એરિયા કમિટીના સોઢી દેવા અને રવા દેવા નામના બે નક્સલવાદીઓને ઠાર માર્યા હતા