જલંધર કમિશ્નરેટ પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે રવિવારે સવારે એન્કાઉન્ટર થયું હતું. તેના પછી પોલીસે બંને ગુનેગારોને પકડી પાડ્યા હતા. પોલીસે આ મામલે જાણકારી આપતાં કહ્યું કે આ બંને ગુનેગારોને ઘાયલ અવસ્થામાં પકડવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. બંને કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે.