PFના પૈસા કર્મચારીને પાંચ દિવસમાં મળશે. EPFOએ યુનિફાઈડ પોર્ટલ પર નવી સેવા શરુ કરી છે જેમાં કોઈ પણ કર્મચારી પોતાનું PF ઓનલાઈન ઉપાડી શકશે. નાણા ઉપાડવા માટે આધાર અને UNN નંબર જરુરી છે. આ સેવાના કારણે કર્મચારીએ નોકરીદાતાની ગરજ નહીં કરવી પડે. EPFOએ નિર્દેશ જારી કર્યા કે KYCની માહિતી હોય તે કર્મચારીના ક્લેમ 5 દિવસમાં સેટલ કરી દેવા.