બિહારમાં નીતિશ કુમારની આગેવાનીમાં સોમવારના એકવાર ફરી નવી સરકાર બની ગઈ. સોમવાર સાંજે 4.30 વાગ્યે રાજભવનમાં શપથ ગ્રહણ સમારંભ થયો. રાજ્યપાલ ફાગૂ ચૌહાણે નીતિશ કુમારને નવા મુખ્યમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવરાવ્યા. નીતિશ કુમાર સાતમી વાર બિહારના સીએમ બન્યા છે. નીતિશ કુમારની સાથે તારકિશોર પ્રસાદ અને રેણુ દેવીએ પણ શપથ લીધા. બંનેએ ડેપ્યૂટી સીએમ તરીકે શપથ ગ્રહણ કર્યા. બીજેપી તરફથી 7, જેડીયૂ તરફથી 5, HAM-VIP તરફથી એક-એક મંત્રીએ શપથ લીધા છે.
નીતિશના શપથ ગ્રહણમાં જાતિ સંતુલન બનાવવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવામાં આવ્યો. દરભંગાની જાલે વિધાનસભા સીટથી જીવેશ મિશ્રા (બ્રાહ્મણ), મુઝફ્ફરપુરની ઔરાઈ સીટથી ધારાસભ્ય રામસૂરત રાય (યાદવ), મધુબની જિલ્લાની રાજનગર સીટથી ધારાસભ્ય રામપ્રીત પાસવાન (દુસાધ), આરા વિધાનસભા સીટથી ધારાસભ્ય અમરેન્દ્ર પ્રતાપ (ક્ષત્રિય), બેતિયાથી ધારાસભ્ય રેણુ દેવી (નોનિયા), કટિહારથી તારકિશોર પ્રસાદ (વાણિયા) અને MLCથી મંગલ પાંડે (બ્રાહ્મણ)એ મંત્રી પદના શપથ લીધા.