ભારતના ડ્રગ્સ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ રવિવારે બ્રિટનની એસ્ટ્રાઝેનેકા ફાર્મા કંપની અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા વિકસાવાયેલી કોરોનાની રસી કોવિશિલ્ડ અને ભારત બાયોટેક અને આઇસીએમઆર દ્વારા વિકસાવાયેલી દેશની સૌપ્રથમ સ્વદેશી કોરોના રસી કોવેક્સિનના મર્યાદિત ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. પત્રકાર પરિષદને સંબોધન કરતાં ડીસીજીઆઇ વી જી સોમાણીએ જણાવ્યું હતું કે, પૂરતી ચકાસણી બાદ સીડીએસસીઓએ સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયા અને ભારત બાયોટેકની કોરોના રસીઓ પર સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કરેલી ભલામણો સ્વીકારી છે. હવે તેમને ઇમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવે છે. તે ઉપરાંત ઝાયડસ કેડિલાની કોરોના રસીને ત્રીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઇ છે. બંને કંપનીએ તેમના દ્વારા હાથ ધરાયેલી ક્લિનિકલ ટ્રાયલના ડેટા રજૂ કરાયા હતા. સીરમ ઇન્સ્ટિટયૂટની કોરોના રસી કોવિશિલ્ડની અસરકારતા ૭૦.૪૨ ટકા નોંધાઇ છે.