જામનગરમાં એક ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયુ હોવાની માહિતી સામે આવી રહી છે. મળતી વિગતો અનુસાર ગોવા જઈ રહેલી ફ્લાઈટનું જામનગર એરપોર્ટ ખાતે ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ઘટનાને લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરાઈ છે. મળતી વિગતો અનુસાર, આ ફ્લાઈટ ગોવાથી મેક્સિકો જઈ રહી હતી અને તેમાં બોમ્બ હોવાના સમચાર મળ્યા હતા