કોલકાતાથી સુરત જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટનુ ભોપાલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડતા દોડધામ થઈ ગઈ હતી.
મળતી વિગતો પ્રમાણે વિમાનમાં આવેલી ટેકનિકલ ખરાબીના કારણે વિમાનને ભોપાલ એરપોર્ટ પર ડાયવર્ટ કરીને ઉતારવામાં આવ્યુ હતુ.એવુ જાણવા મળ્યુ છે કે, પ્લેનમાંથી ધૂમાડો નીકળી રહ્યો હોવાનુ પાયલોટને લાગ્યુ હતુ અને એ પછી તેને ભોપાલ એરપોર્ટ પર ઉતારાયુ હતુ.પ્લેનમાં 172 મુસાફરો સવાર હતા.એ પછી મુસાફરોને સુરત પહોંચાડવા માટે વૈકલ્પિક વ્યવસ્થઆ કરવામાં આવી હતી.