ઉત્તર પ્રદેશ અયોધ્યા માં ભગવાન શ્રી રામના ભવ્યાતિભવ્ય બની રહેલા મંદિરની ઉજવણીની તડામાર તૈયારીઓ વચ્ચે ભારતીય કિસાન મંચના રાષ્ટ્ર અધ્યક્ષને ધમકીભર્યો ઈ-મેઈલ મળ્યો છે, જેમાં શ્રીરામ મંદિર, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને STFના વડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ છે. દેવેન્દ્રને પણ મારવાની ધમકી અપાઈ છે. ઈ-મેઈલ મોકલનારે પોતાને ISIનો હોવાનું કહી રહ્યો છે. આ મામલે ઉત્તરપ્રદેશ પોલીસમાં FIR નોંધાયા બાદ પોલીસ અને ATSએ તપાસ શરૂ કરી દીધી છે. ઈ-મેઈલ મોકલનારને ટ્રેસ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.