યૂટ્યૂબર અને બિગ બૉસ ઓટીટી 2 વિનર એલ્વિશ યાદવ હાલના દિવસોમાં મારામારી વાળા વિવાદોને લઈને ચર્ચામાં છે. ગત દિવસે જ એક્ટરનો મારામારી વાળો વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે બીજા યૂટ્યૂબર સાથે મારામારી કરતો નજરે પડતો હતો. જેના પર ખુબ વિવાદ થયો હતો. બંનેએ સોશિયલ મીડિયા પર લાઈવ આવીને એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કર્યા હતા. તેવામાં હવે એલ્વિશ યાદવને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે કે તેમને કપડાની દુકાનમાં યૂટ્યૂબર સાગર ઠાકુર સાથે મારામારી કરવા મામલે પોલીસે નોટિસ મોકલી છે.