એલોન મસ્ક ટ્વિટ ખરીદ્યા બાદ એક બાદ એક ફેરફાર કરી રહ્યા છે. ત્યારે હવે એલોન મસ્કે ટ્વિટરનું CEO પદ છોડવાની જાહેરાત કરી છે. જોકે તેમણે નવા CEOનું નામ જાહેર નથી કર્યું. એલોન મસ્કે ટ્વિટ કર્યું કે, તે હવે ટ્વિટરના એક્ઝિક્યુટિવ ચેરમેન અને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે કામ કરશે. મસ્કે તેમના ટ્વિટમાં સંકેત આપ્યો છે કે ટ્વિટરના નવા CEO એક મહિલા હશે. જે છ સપ્તાહમાં તેમની જવાબદારી સંભાળશે.