ભારતમાં આગામી ત્રણ વર્ષમાં મોટા પાયે ઈલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ થશે, તેમ કેન્દ્રીય ઉર્જામંત્રી પિયુષ ગોયલે કહ્યું. CII ના વાર્ષિક કાર્યક્રમમાં બોલતાં ગોયલે કહ્યું કે 2030 સુધીમાં ભારતમાંથી પેટ્રોલ અને ડિઝલ કારને દૂર કરવાના કેન્દ્રના પ્રયાસોના ભાગરુપે ઈલેક્ટ્રીક વ્હીકલનો ઉપયોગ થશે. ઈલેક્ટ્રીક વ્હીકલની બેટરીના ચાર્જિંગ માટે જરુરી માળખું ઉભું કરવાની પણ તેમણે વાત કરી.