મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતપ્રદુષણમુક્ત બને તે માટે પહેલ કરી છે. ગુજરાત સરકારે ઇલેક્ટ્રીક વ્હીકલ પોલીસી જાહેર કરી છે. લોકો ઇલેક્ટ્રીક વ્હિકલ વાપરતા થાય તેના માટે પ્રોત્સાહન આપવા માટે પોલીસી જાહેર કરવામાં આવી છે. આ પોલીસી ચાર વર્ષ માટે લાગુ પડશે. ઇ - વાહનજેવા કે 2 ,3 અને 4 વ્હિલર પર આ પોલીસી લાગું પડશે.
સીએમ વિજય રૂપાણીએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું કે, ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ વપરાશ ઓછો થાય તે માટે આ જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત પહેલું રાજ્ય બનશે જે આવનારા 4 વર્ષ માટે આ પોલીસી લાગુ કરશે. તેમણે પોલીસી જણાવતા કહ્યું કે, 2 વ્હિલર માટે 20 હજાર સબસિડી સરકાર આપશે. આ સાથે 3 વ્હિલર માટે 50 હજારની સબસિડી અને 4 વ્હિલર માટે દોઢ લાખની સબસિડી સરકાર આપશે. આ પોલીસી 6 લાખ કાર્બન ઉત્સર્જન અટકાવશે અને રાજ્યને પ્રદૂષણમુક્ત બનાવશે.