સુપ્રીમ કોર્ટે એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (ADR)ની અરજી પર સુનાવણી કરતા ઈલેક્ટોરલ બોન્ડ (ચૂંટણી ફંડ) પર રોક લગાવવાનો ઈન્કાર કર્યો છે. કોર્ટે જણાવ્યું કે, હાલ ચૂંટણી બોન્ડ પર રોક નહીં લગાવવામાં આવે. જો કે આ મુદ્દે બે અઠવાડિયા પછી કોર્ડ ફરીથી સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસે બે સપ્તાહની અંદર જવાબ માંગ્યો છે. અરજકર્તા તરફથી પ્રશાંત ભૂષણે જણાવ્યું કે, દરેક ચૂંટણીમાં સત્તાધારી પાર્ટીને ફંડની મોટી રકમ મળી રહી છે. જેના પર કોર્ટે રોક લગાવવી જોઈએ.