હરિયાણાના મુખ્યપ્રદાન નાયબસિંઘ સૈની, ભુપિન્દર હૂડા અને વિનેશ ફોગાટ ઉપરાંત જેજેપીના દુષ્યંત ચૌટાલા અને અન્ય ૧૦૨૭ ઉમેદવારોનું ભાવિ આવતીકાલે પાંચમી ઓક્ટોબરના રોજ મતદાન પેટીમાં સીલ થઈ જશે. હરિયાણાની ૯૦ બેઠકોની ચૂંટણી માટે પાંચમી ઓક્ટોબરે મતદાન છે.
હરિયાણાના મુખ્ય ચૂંટણી અધિકારી પંકજ અગરવાલે જણાવ્યું હતું કે રાજ્યમાં કુલ ૨,૦૩,૫૪,૩૫૦ મતદાતા છે. તેમા ૮,૮૨૧ મતદાતા તો સદી ફટકારી ચૂક્યા છે અને તે મતદાન કરશે.
મતદાન સવારે સાત વાગ્યાતી શરૂ થશે અને સાંજે છ વાગ્યા સુધી ચાલશે.
૯૦ વિધાનસભા બેઠકો પર કુલ ૧,૦૩૧ ઉમેદવારો ઊભા છે અને તેમાથી ૧૦૧ મહિલા છે તો ૪૬૪ ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે. મતદાન માટે કુલ ૨૦,૬૩૨ બૂથ રાખવામાં આવ્યા છે.
હરિયાણાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આપ, આઇએનએલડી-બીએસપી અને જેજેપી-આઝાદ સમાજ પાર્ટી મુખ્ય પક્ષો છે.