ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ 13મી યાદી જાહેર કરી છે. આ અંતર્ગત આ યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે આપના મોટા ચહેરા ગણાતા આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયા કતારગામથી ચૂંટણીમાં ઝંપ લાવશે.
આપે જાહેર કરેલી 13મી યાદી
અબડાસાથી વસંતભાઇ ખેતાણી
ધાનેરાથી સુરેશ દેવડા
ઉંઝાથી ઉર્વીશ પટેલ
અમરાઇવાડીથી વિનય ગુપ્તા
આણંદથી ગીરીશ શાંડીલ્ય
ગોધરાથી રાજેશ પટેલ
વાઘોડીયાથી ગૌતમ રાજપુત
વડોદરા શહેરમાંથી જીગર સોલંકી
માંજલપુરથી વિનય ચાવડા
કારંજથી મનોજ સોરઠીયા
મજુરાથી પીવીએસ શર્મા
કતારગામથી ગોપાલ ઇટાલિયા