-
ચૂંટણીઓ શું આવી, રાજકીય ક્ષેત્રે વિવિધ પક્ષોના દરવાજે ટિકિટની માંગ માટે કટોરા લઇને ઉભેલા નવા યાચકો જોવા મળ્યાં..તેમને રાજકીય યાચકો કહી શકાય કે નહીં? જો તેમના માટે ભિક્ષુક શબ્દ વાપરીએ તો કોઇને ખોટુ અને માઠુ લાગી જશે. ગૌતમ બુધ્ધ પણ ભિક્ષુક હતા. પણ આ તો રાજકારણીઓ. તેમના માટે પાછી કોઇ નવી શબ્દાવલિ બનાવવી પડે. તો વાત એમ છે કે આ રાજકાણીઓએ ચૂંટણીની ટિકિટ માંગી. કોના માટે? પ્રભાતસિંહ ચૌહાણ ભાજપના સાંસદ. જુના એટલે સિનિયર. તેમણે પોતાની પત્ની માટે ટિકિટ માંગી. કારણ શું આપ્યું- સમાજ સેવા માટે ટિકિટ આપો....! લીલાધર વાઘેલા. અત્યારે તો લીલા નામ લખતાં પણ સંભાળવું પડે કે ક્યાંય કરણી સેના આવી જાય! જય મા પદ્માવતી. અને મ.પ્ર.ના સીએમ શિવરાજે તો પદ્માવતીને રાષ્ટ્રમાતા ઘોષિત કર્યા....ક્ષત્રિયોના મતો જે લેવાના છે...! તો આપણે વાત કરતા હતા લીલાધરની. તેઓ પણ ભાજપના સાંસદ. પણ મૂળ સંઘી કે ભાજપી નથી. આયાતી છે. તેમણે પોતાના પુત્ર માટે ટિકિટ માંગી અને સાથે ધમકી પણ આપી-નહીંતર રાજી(?)નામુ... એક નામ ઓર ઉમેરાયું આ યાદીમાં. આ યાદીઓ બહુ બબાલ કરી રહી છે હમણાં હમણામાં ગુજરાતમાં.. ભાજપના પૂર્વ મંત્રી કાનજી પટેલ. મારાપુત્રને ટિકિટ આપો નહીંતર આ રહ્યું ફડફડિયું....
સગાવાદના મુદ્દાને ન અડતાં અત્યારે મુદ્દો એ સામે આવ્યો કે સમાજ સેવા માટે ટિકિટ આપો...! અરે ભાઇ, જો ટિકિટ મળે તો જ સમાજ સેવા થશે? શું સમાજ સેવા માટે ચૂંટણીની ટિકિટ જરૂરી છે? ગુજરાતમાં અને ભારતમાં જેઓ સમાજ સેવા કરી રહ્યાં છે તે બધા ધારાસભ્યો કે સાંસદો છે? ચૌહાણ વર્ષો જુના સાંસદ છે. સાંસદ તરીકે તેમણે ક્યાં કેટલી સાચી સમાજ સેવા કરી? લીલાધરના પુત્રને ટિકિટ ના મળે તો તેઓ સમાજ સેવા નહીં કરે? અથવા ધારો કે તેઓ સમાજ સેવા કરી રહ્યાં છે તો ટિકિટ નહીં મળે તો સમાજ સેવાની પ્રવૃતિને અટકાવી દેશે? સમાજ સેવા માટે ગાંધીજી સાંસદ કે મંત્રી ના બન્યા. તેઓએ ધાર્યું હોત તો વડાપ્રધાન પણ બની શક્યા હોત. પરંતુ તેમને સમાજ સેવા –માનવ સેવાનું સદ્કાર્ય સતત ચાલુ રાખવાનું હતું. કોઇએ યોગ્ય જ કહ્યું છે કે રાજકારણીઓને ક્યારેય ધરપત હોતી નથી. ગમે તેટલું આપો તોય- લાવ...લાવ...કોર્પોરેટર બન્યા તો એમએલએ થવું છે. એમએલએ થયાં તો સાસંદ થવું છે, અને તેનાથી એક ડગલું આગળ વધીને મંત્રી બનવું છે. ધરાય જ નહીં...લીલાધર પોતે સાંસદ છતાં પુત્રને એમએલએ બનાવવો છે. પ્રભાતસિંહ પણ સાંસદ અને પત્નીને ધારાસભ્ય તરીકેજોવા ઇચ્છે છે. અલ્યા, બધી ટિકિટો ઘરમાં જ લઇ જવી છે? અને પછી બીજાની પરિવારવાદની ટીકા કરવી. તર્ક પાછો કેવો આપે છે- મારો પુત્ર પણ ભાજપમાં છે. કાર્યકર્તા છે. એટલે ટિકિટ મળવી જોઇએ..! તો પછી તમારામાં અને લાલુપ્રસાદમાં ફેર શું? લા.પ્ર. બધુ ઘરે જ લઈ જાય છે. ટિકિટો હોય કે ઘાસચારો...! દિકરીને ટિકિટ. દિકરાને ટિકિટ. પત્નીને ટિકિટ. ખુશહાલ પરિવાર....! રાજકીય પક્ષો શું એવું ના કરી શકે કે જેમને એક વખત ટિકિટ મળી પછી તે હારે કે જીતે. પરિવારમાં બીજી વખત કોઇને પણ કમ સે કમ બે સામાન્ય ચૂંટણીઓ સુધી ટિકિટ નહીં. આ શક્ય છે. પણ એવું થશે નહીં. કારણ એક ઓપન સિક્રેટ સમાન છે. કયાંકથી અવાજ ઘેરો અને પરિચિત અવાજ આવ્યો: ભાઇઓ-બહેનો, સમાજ સેવી કરવી હોય તો ઉઠાવો હાથમાં ઝાડું. અરે પેલો કેજરીવાળો નહીં. તો એ ઝાડું લઇને નિકળી પડો ગલીએ ગલીએ, શેરીએ શેરીએ,... આ સાંભળીને સમાજ સેવા માટે ટિકિટ માંગનારા કહેશે- હેં..શું કહ્યું? જરા મોટે થી. ઓછુ સંભળાય છે..! ટિકિટ ના મળવાની હોય ત્યારે ઓછું જ સંભળાયને...અને મળવાની હોય તો ભર ઉંઘમાં પણ બબડે- તમારો કિંમતી અને પવિત્ર મત મારા પુત્રને જ આપશો. બિચ્ચારાને સમાજ સેવા કરવી છે.....સમાજ સેવા કરવી છે...સ.....મા.....જ સે.......
હેં, ઇશ્વર તેમને માફ ના કરતા. કેમ કે તેઓ જાણે છે કે તેઓ શું અને કોના માટે માંગી રહ્યાં છે....