ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૧લી ડિસેમ્બર અને ૫મી ડિસેમ્બર એમ બે તબક્કે જાહેર કરવામાં આવી છે, જ્યારે મતગણતરી અને પરિણામ હિમાચલ પ્રદેશની સાથે ૮મી ડિસેમ્બરે આવશે. ભારતના ચૂંટણી પંચે ભારે ઉત્તેજના વચ્ચે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આ સાથે રાજ્યમાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે. રાજ્યના ૪.૯૦ કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકશે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના ૧૯ જિલ્લાની ૮૯ બેઠકોનું ૧ ડિસેમ્બરે તેમજ ઉત્તર અને મઘ્ય ગુજરાતના ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો માટે ૫ ડિસેમ્બરે મતદાન યોજાશે. રાજ્યમાં કુલ ૫૧૭૮૨ પોલિંગ સ્ટેશનનો ઉપયોગ કરવામાં આવશે.