ઉત્તર પ્રદેશ, પંજાબ, મણીપુર, ગોવા અને ઉત્તરાખંડની વિધાનસભાની ચૂંટણીના પરીણામો ગુરુવારે જાહેર કરવામાં આવશે. આ પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે જેમાં સૌથી મહત્વપૂર્ણ ગણાતા રાજ્યમાં ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. ઉત્તર પ્રદેશમાં ભાજપ ફરી સરકાર બનાવશે તેવા એક્ઝિટ પોલ દાવા કરી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે જાહેર થનારા ચૂંટણી પરીણામો દેશની દશા અને દિશા નક્કી કરશે તેમ નિષ્ણાતો માની રહ્યા છે. પાંચ રાજ્યોની ચૂંટણી પ્રક્રિયા એક મહિના સુધી ચાલી હતી, ઉત્તર પ્રદેશમાં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. દરમિયાન સમાજવાદી પાર્ટીનો આરોપ છે કે ઇવીએમને સ્ટ્રોંગ રૂમ સુધી લઇ જવા માટેના પ્રોટોકોલનું પાલન નથી થયું.