મહારાષ્ટ્ર અને ઝારખંડ બંને રાજ્યોમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે (23 નવેમ્બર) જાહેર થશે. બંને રાજ્યોમાં આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. લોકસભા બાદ હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરની વિધાનસભાની ચૂંટણી પછી હવે આ બે રાજ્યો પર તમામની મીટ મંડાઈ છે. સૌથી પહેલા બેલેટ પેપરના મત ગણવામાં આવશે. ત્યારબાદ EVMના મતોની ગણતરી થશે.