સીએમ રૂપાણીએ જણાવ્યું કે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. શહેરો કરતા પણ ગામડાંઓમાં સારું પરિણામ આવ્યું છે. અનેક લોકોના કુંટુંબીજનો હારી ગયા. જે રીતે ગુજરાતની પ્રજાએ કૉંગ્રેસનો વીણી વીણીને સફાયો કર્યો છે તે જ બતાવે છે કે, ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી, અમિતભાઇ શાહનું ગુજરાત છે. ગુજરાતની જનતાએ જે રીતે પ્રતિસાદ આપ્યો છે તે માટે ખૂબ ખૂબ આભાર માનું છું. ભૂતકાળમાં કોઇપણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા, જિલ્લા પંચાયતમાં મળી નથી. આ માટે લાખો ભાજપના કાર્યકર્તાઓનો પરિશ્રમ અને સી.આરના નેતૃત્તવમાં જે થયું છે. વિકાસની રાજનીતિ જ ચૂંટણીનો મુદ્દો હતો. અમારી જવાબદારી વધી છે પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે. ગામડું હોય કે નગર હોય પણ જ્યાં માનવી ત્યાં સુવિધા અમે પહોંચાડીશું. કૉંગ્રેસ ડૂબતું નાવ છે, ગુજરાતનાં પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે કે, કૉંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી તેવા પરિણામ આવ્યા છે.