ગુજરાત ક્રિકેટ એસોસિયેશનનાં પ્રમુખ તરીકે ધનરાજ નથવાણીની વરણી કરવામાં આવી છે. GCA ની 86મી વાર્ષિક સભામાં પ્રમુખની વરણી પર મહોર મારવામાં આવી છે. ધનરાજ નથવાણીની આગામી 3 વર્ષ એટલે કે 2025 સુધી પ્રમુખપદ માટે બિનહરીફ વરણી કરાઈ છે. GCA નાં ઉપપ્રમુખ તરીકે હેમંત કોન્ટ્રાક્ટર, સેક્રેટરી તરીકે અનિલ પટેલ, જોઇન્ટ સેક્રેટરી તરીકે મયુર પટેલ તેમજ ભરત માંડલિયાની ખજાનચી તરીકે પસંદગી કરાઈ છે. ધનરાજ નથવાણી રિલાયન્સ ગ્રુપના પ્રેસિડેન્ટ પરિમાણ નથવાણીના પુત્ર છે. છેલ્લા 4 વર્ષથી ગુજરાત ક્રિકેટ એસોસિએશન (જીસીએ)ના પ્રેસિડેન્ટની જગ્યા ખાલી હતી. આથી પ્રેસિડેન્ટ સહિતની જગ્યામાં નવી નિમણૂંક કરવામાં આવી છે. ધનરાજ નથવાણીને જય શાહ, પરિમલ નથવાણી સહીતના આગેવાનોએ શુભકામના પાઠવી હતી.