રાજ્યસભાના ઉપસભાપતિ પદની ચૂંટણી આજે યોજાઈ રહી છે. મોદી સરકાર અને વિપક્ષે પોતપોતાના ઉમેદવારોને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. એનડીએ તરફથી જેડીયુના રાજ્યસભાના સાંસદ હરિવંશ નારાયણ સિંહ અને કોંગ્રેસના સાંસદ બી. કે. હરિપ્રસાદને વિપક્ષી દળોએ ચૂંટણીમાં ઉતાર્યા છે. ભાજપ અને કોંગ્રેસ બંને રાજ્યસભાના ઉપસભાપતિપદમાં પોતાના ઉમેદવારોના જીતવાનો દાવો કરી રહ્યા છે.