રાજ્યસભાની 58 સીટમાંથી 33 બેઠક પરના ઉમેદવારો નિર્વિરોધ ચૂંટાયા છે. જેમાં ભાજપના 17, કોંગ્રેસના 4 અને અન્ય પક્ષ જેવાં કે બીજેડીના 3, આરજેડીના 2, ટીડીપીના 2, જેડીયૂના 2, શિવસેનાના 1, એનસીપીના 1 અને વાઈએસઆરસીના 1 ઉમેદવાર છે. નિર્વિરોધ ચૂંટાયેલામાં રવિશંકર પ્રસાદ(બિહાર), ધર્મેન્દ્ર પ્રધાન અને થાવરચંદ ગેહલોત (મધ્યપ્રદેશ), જે.પી.નડ્ડા (હિમાચલ પ્રદેશ), પ્રકાશ જાવડેકર(મહારાષ્ટ્ર), મનસુખભાઈ માંડવિયા અને પુરૂષોત્તમ રૂપાલા (ગુજરાત) સામેલ છે.