ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 26 માર્ચે ચૂંટણી યોજાશે. ભાજપના 3 અને કોંગ્રેસના 1 સભ્યની મુદ્દત પૂર્ણ થઇ રહી છે. ગુજરાતની 4 રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસની એક બેઠક વધી શકે છે.
9 એપ્રિલે પૂર્ણ થઇ રહી છે મુદ્દત
ગુજરાતની 4 રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં 26 માર્ચે મતદાન અને મતગણતરી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાં ચાર સંસદ સભ્યોની મુદ્દત 9 એપ્રિલે પૂર્ણ થઇ રહી છે. ભાજપના ચુની ગોહેલ, લાલસિંહ વાડોદીયા તેમજ શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત થતા આ ચૂંટણી યોજાઇ રહી છે. જ્યારે કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રીની મુદ્દત પણ પૂર્ણ થઇ રહી છે. કોંગ્રેસ મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરી શકે છે.