લોકસભા 2019ની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર એક લાખથી વધુ મતદારોને જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગ દ્વારા સાથે મળી આજથી આ પોસ્ટકાર્ડનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના વિદ્યાર્થીઓ અને અન્ય લોકો પાસે આ પોસ્ટકાર્ડ લખાવવામાં આવ્યા છે.
એક લાખ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા
જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી ડૉ. વિક્રાંત પાન્ડેએ જણાવ્યું કે, પ્રથમ વખત વોટ કરનાર યુવાઓને સંદેશો આપવા માટે એક લાખ એક હજારથી વધુ પોસ્ટકાર્ડ લખવામાં આવ્યા છે. ઘર-ઘર સુધી આ પોસ્ટકાર્ડ પહોંચાડવામાં આવશે. સાથે જ જિલ્લા કલેકટરે 23મી એપ્રિલે અચૂક મતદાન કરવા માટે પણ અપીલ કરી હતી.