દિલ્હી સરકારમાં મંત્રી રહેલા આતિશી સિંહની મુશ્કેલીમાં વધારો થયો છે. ચૂંટણીપંચે ભાજપમાં જોડાવા માટે ધમકીઓ મળવાના આરોપોની નોંધ લીધી છે અને આતિશીને નોટિસ મોકલી છે. આતિશીએ સોમવારે બપોરે 12 વાગ્યા સુધીમાં આ નોટિસનો જવાબ આપવો પડશે. ચૂંટણીપંચે કહ્યું છે કે, “નોટિસના દરેક ફકરાનો જવાબ લેખિતમાં આપવામાં આવે.” આ પહેલા ભાજપે પણ આતિશીને નોટિસ મોકલીને કહ્યું હતું કે, પાર્ટીમાં જોડાવાની ઓફર કોના તરફથી મળી છે તે જણાવવામાં આવે. ભાજપે કહ્યું હતું કે, જો સત્ય બહાર નહીં આવે તો કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં આવશે.