ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના થીમ સોંગ પર વાંધો ઉઠાવ્યો છે. ત્યારે આ મામલે દિલ્હી સરકારના મંત્રી અને AAP નેતા આતિશી માર્લેના (Atishi Marlena)એ ભાજપને આડે હાથ લીધી છે.
‘થીમ સોંગમાં ક્યાં પણ ભાજપનો ઉલ્લેખ નહીં’
તેમણે કહ્યું કે, ‘જ્યારે BJP ઈડી-સીબીઆઈનો ઉપયોગ કરી વિપક્ષી નેતાઓને જેલમાં ધકેલી દે છે, ત્યારે ચૂંટણી પંચને આ બાબતે કોઈ વાંધો નથી, પરંતુ જો અમે આ બાબતને અમારા ગીતમાં રજુ કરીએ તો ચૂંટણી પંચને વાંધો પડે છે. ભાજપ તાનાશાહી કરે તો યોગ્ય અને જો તેમના વિરુદ્ધ કોઈ પ્રચાર કરે તો તે ખોટું... AAPના થીમ સોંગમાં ક્યાં પણ ભાજપના નામો ઉલ્લેખ કરાયો નથી, પરંતુ ચૂંટણી પંચનું કહેવું છે કે, જો તમે તાનાશાહ શબ્દનો ઉપયોગ કરી સરકારને નિશાન બનાવી રહ્યા છો.