દિલ્હી વિધાનસભા ચૂંટણીના મતદાનને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ચૂંટણી પંચે આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘન બદલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને નોટિસ પાઠવી છે અને આ અંગે આવતી કાલે એટલે કે 8મી ફેબ્રુઆરી, સાંજના 5 વાગ્યા સુધીમાં જવાબ આપવા કેજરીવાલને આદેશ કરવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે 3 ફેબ્રુઆરીના રોજ એક ટ્વીટ કર્યું હતું, જેમાં એક વિડિયો પણ શેર કરવામાં આવ્યો હતો. કેજરીવાલના આ ટ્વીટના એક દિવસ બાજ ભાજપે ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ કરી હતી કે આ વિડિયો રાષ્ટ્રીય રાજધાનીમાં સાંપ્રદાયિક સદભાવને નુકસાન કરી શકે છે.