Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પશ્ચિમ બંગાળના કોલકાત્તામાં ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ ચૂંટણી પંચે કડક વલણ અખત્યાર કર્યુ છે. ચૂંટણી પંચે 9 લોકસભા મતવિસ્તારોમાં ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો છે તો સાથે બે ઉચ્ચ અધિકારીઓની બદલીના આદેશ પણ આપી દીધા છે.

જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળ રાજ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સ યોજીને માહિતી આપી હતી કે આર્ટિકલ 324 અંતર્ગત આવતીકાલે રાત્રે 10 વાગ્યાથી રાજ્યની ડમડમ, બરાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુરા, જાદવપુર, ડાયમન્ડ હાર્બર, દક્ષિણ અને ઉત્તર કોલકાત્તામાં પ્રચાર નહીં થાય અને સીધું વોટિંગ યોજાશે.

ચૂંટણી પંચે જણાવ્યું હતું કે સંભવત: પ્રથમ વાર આર્ટિકલ 324નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે આ અંતિમ વાર પણ નથી. જો આ પ્રકારે હિંસા થતી રહે તો ચૂંટણી પંચ ભવિષ્યમાં પણ અમલ કરી શકે છે. આ સાથે જ વિદ્યાસાગરની પ્રતિમાના તોડફોડ મુદ્દે ચૂંટણી પંચ કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે રાજ્ય પ્રસાશન વહેલી તકે દોષિતોને પકડી પાડશે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચે એડીજી સીઆઈડી રાજીવ કુમારની ગૃહમંત્રાલય ખાતે બદલી કરી નાંખી છે જ્યારે પ્રિન્સિપલ ગૃહ અને સ્વાસ્થ્ય સેક્રેટરીની બદલી કરી નાંખવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ