બોટાદ જિલ્લાના ગઢડા ખાતે આવેલ ગોપીનાથજી સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓની ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસે શનિવારથી જ ગઢડાને પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. ઉલ્લેખનીય કે ગઢડા ગોપીનાથજી મંદિરના વહિવટી ધુરા સંભાળવાને કારણે 13 વર્ષથી પણ વધુ સમયથી ચાલતા કાનૂની વિવાદનો સુખદ ઉકેલ આવ્યો છે.
લોકો સવારથી જ મતદાન કરવા માટે લાઇનોમાં ઉભા છે. આ ચૂંટણીમાં આચાર્ય અને દેવપક્ષ પેનલ સામસામે છે. ગઢડા ગોપીનાથજી મંદિરની સમિતિની ચૂંટણીમાં 27 બૂથ પર સવારે 7થી સાંજના 5 સુધી મતદાન થવાનું છે.
જણાવી દઈએ કે એક બેઠક બિનહરીફ થતા 6 બેઠક પર ચૂંટણી યોજાઇ રહી છે. ગઢડા ગોપીનાથજી મંદિર સમિતિની ચૂંટણીમાં બ્રહ્મચારી વિભાગમાં સંત ચંદ્રસ્વરૂપાનંદજી સ્વામી બિનહરીફ ઉમેદવાર છે. કુલ 27 બૂથ પર 20 હજાર જેટલા મતદારો મતદાન કરશે.