ઇન્ટરપોલના અધ્યક્ષ મેંગ હોંગવેઈ ( ૬૪) લાપતા થયા હોવાના અહેવાલ છે. ફ્રાન્સની પોલીસે શુક્રવારે આ બાબત જાહેર કરતાં ફ્રાન્સ સરકારે તપાસ શરૂ કરી દીધી છે. ગયા સપ્તાહે તેમણે ચીન જવા ફ્રાન્સ છોડયું હતું. ઇન્ટરપોલનું મુખ્યાલય ફ્રાન્સના લિયોન શહેરમાં છે. લિયોનમાં રહેનારા મેંગના પત્નીએ જણાવ્યું હતું કે મેંગ સાથે તેમની મુલાકાત છેલ્લે સપ્ટેમ્બરના અંતિમ સપ્તાહમાં થઈ હતી. સ્થાનિક મીડિયાએ જણાવ્યા મુજબ લાપતા થયા પહેલાં મેંગ ચીન માટે રવાના થયા હતા. તેમણે ૨૯ સપ્ટેબરના રોજ ફ્રાન્સ છોડયું હતું.
મેંગના પત્નીએ લિયોન પોલીસનો સંપર્ક કરીને જાણ કરી હતી કે ૨૯ સપ્ટેમ્બરે મેંગ ચીન માટે રવાના થયા પછી તેમની સાથે ફોન પર પણ વાતચીત થઈ નથી. ઇન્ટરપોલે જણાવ્યું હતું કે ફ્રાન્સ અને ચીનના સંબંધિત સત્તાવાળાઓ વચ્ચેનો આ મુદ્દો છે. ફ્રાન્સ પોલીસ અહેવાલથી ચિંતિત છે.