મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાને લઇને ભાજપ અને શિવસેના વચ્ચે કસાકસી ચાલુ છે. ગુરૂવારે શિવસેના ધારાસભ્ય પક્ષની બેઠક બોલાવવામાં આવી હતી. તેમાં એકનાથ શિંદેને ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ પહેલા બુધવારે ભાજપના ધારાસભ્યોએ દેવેન્દ્ર ફડણવીસને તેમના નેતા તરીકે ચૂંટ્યા હતા.
ભાજપ 13 મંત્રી પદ આપવા માટે તૈયાર
મહારાષ્ટ્રમાં એનડીએ સરકાર બનાવવા માટે ભાજપ આ વખતે શિવસેનાને ડેપ્યુટી સીએમ અને 13 મંત્રી પદ આપવા માટે તૈયાર છે પરંતુ ગૃહ, રાજસ્વ, નાણા અને નગરીય વિકાસ જેવા વિભાગ શિવસેનાને આપવા માટે તૈયાર નથી. શિવસેનાની નજર આ વિભાગો પર છે. ગત સરકારમાં શિવસેનાને 6 કેબિનેટ અને 7 રાજ્યમંત્રી પદ આપવામાં આવ્યા હતા. પાર્ટી સૂત્રો પ્રમાણે ભાજપને શિવસેનાને ઉપમુખ્યમંત્રી પદ આપવામાં કોઇ સમસ્યા નથી પરંતુ ગૃહ મંત્રાલયનું પદ આપવા તૈયાર નથી.