Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

મહારાષ્ટ્રમાં એનડીએની જીત પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યિ આજે મહારાષ્ટ્રમાં વિકાસવાદની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સુશાસનની જીત થઈ છે. મહારાષ્ટ્રમાં સાચા સામાજિત ન્યાયની જીત થઈ છે. તો આજે મહારાષ્ટ્રમાં અસત્ય, છલ, કપટ, ફરેબ સંપૂર્ણ રીતે હાર્યો છે. વિ્ભાજનકારી તાકતો હારી છે. નેગેટિવ પોલિટિક્સનો પરાજય થયો છે. આજે પરિવારવાદની હાર થઈ છે.
દેશ હવે માત્ર વિકાસ ઈચ્છે છે- PM મોદી

તેમના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યુ આજે દેશના અનેક રાજ્યોમાં પેટાચૂંટણીના પરિણામો પણ આવી ગયા છે અને લોકસભાની વધુ એક સીટ વધી ગઈ છે. યુપી. ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાજપનું સમર્થ કર્યુ છે. અસમના લોકોએ ભાજપ પર ફરી એકવાર વિશ્વાસ મુક્યો છે. મધ્યપ્રદેશમાં પણ ભાજપને સફળતા મળી છે. બિહારમાં પણ એનડીએનુ સમર્થન વધ્યુ છે. આ જ બતાવે છે કે દેશ હવે માત્ર ને માત્ર વિકાસ ઈચ્છે છે.
50 વર્ષમાં સૌથી મોટી જીત- PM મોદી
પીએમ મોદીએ કહ્યુ છેલ્લા 50 વર્ષમાં કોઈપણ પાર્ટી કે કોઈપણ ગઠબંધન માટે આ સૌથી મોટી જીત છે. આ સતત ત્રીજીવાર એવુ બન્યુ છે કે ભાજપની લીડરશઈપમાં કોઈ ગઠબંધને મહારાષ્ટ્રમાં આશીર્વાદ મળ્યા છે. આ સતત ત્રીજીવાર બન્યુ છે કે ભાજપ મહારાષ્ટ્રમાં સૌથી મોટી પાર્ટી બનીને સામે આવી છે. આ ઐતિહાસિક છે અને ભાજપના ગવર્નનેન્સ મોડલ પર મોહર લગાવી છે. એકલા ભાજપને જ કોંગ્રેસ અને તેની સગયોગી પાર્ટી કરતા અનેકગણી બેઠકો મહારાષ્ટ્રની જનતાએ આપી છે. આ જ બતાવે છે કે જ્યારે સુશાસનની વાત આવે છે તે દેશ માત્ર ને માત્ર ભાજપર અને એનડીએ પર વિશ્વાસ મુકે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ