ભાજપે લોકસભાની ચૂંટણીમાં આઠમી યાદી જાહેર કરી દીધી છે. પંજાબની છ અને ઓડિશાની ત્રણ બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. ગુરદાસપુર બેઠક પર બોલીવૂડ અભિનેતા સની દેઓલનું પત્તુ કપાયું છે, તેના સ્થાને આ બેઠક પર દિનેશસિંહ બબ્બૂને ટિકિટ અપાઇ છે.
જ્યારે અમૃતસર બેઠક પર તરણજીતસિંહ સંધુને ટિકિટ અપાઇ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટર અમરિંદરસિંહના પત્ની પરનીત કૌરને પટિયાલા બેઠક આપવામાં આવી છે. તેવી જ રીતે ફરીદકોટ બેઠક પરથી હંસરાજ હંસને ટિકિટ આપી છે. તેઓ હાલ ઉત્તર પશ્ચિમ દિલ્હી બેઠક પર સાંસદ છે. તેથી તેમને દિલ્હીથી પંજાબ લાવવામાં આવ્યા છે. ઓડિશામાં ત્રણ બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઇ છે.