દિલ્હીની એક કોર્ટે સાકેત જિલ્લા કોર્ટમાં ટ્રાયલનો સામનો કરી રહેલા તબલીગ જમાતના આઠ લોકોને સોમવારે છોડી મૂક્યા હતા. સુનાવણી દરમિયાન કોર્ટે જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ તેમની વિરુદ્ધ કોઈ પુરાવા મળ્યા નથી. કોર્ટે જે આઠ લોકોને નિર્દોષ સાબિત કર્યા છે તેમાંથી બે ઈન્ડોનેશિયા, એક કિર્ગિસ્તાન, બે થાઈલેન્ડ, એક નાઈજેરિયા, એક કઝાકિસ્તાન અને એક વ્યક્તિ જોર્ડનનો નાગરિક છે.
માર્ચ મહિનામાં નિઝામુદ્દીન મરકઝમાંથી કોરોના વાયરસના કેસ સામે આવ્યા હતા. વિઝા શરતોના ઉલ્લંઘન કરવા અને મિશનરી ગતિવિધિઓમાં સામેલ હોવાના આરોપ હેઠળ દિલ્હી પોલીસે 955 તબલીગ જમાતના લોકોની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી. તેમાંથી કેટલાક લોકોએ અરજી દાખલ કરી હતી અને પોતાના દેશ પરત ફરી ગયા હતા. જો કે 44 લોકોએ દિલ્હીમાં રહીને તેમની વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોનો સામનો કરવાનો નિર્ણય લીધો હતો.
કોર્ટ બાકીના 36 લોકોને વિદેશ અધિનિયમની કલમ 144 અને આઈપીસીની કલમ 270 અને 271 હેઠળ નિર્દોષ જાહેર કરી ચૂકી છે. જો કે હજુ પણ મહામારી કાયદો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને આઈપીસની કેટલીક અન્ય કલમો હેઠળ દાખલ કરવામાં આવેલા કેસનો સામનો કરી રહ્યા છે.