વિકાસ, રોજગારી તથા રોકાણ વિરોધી ખોટો પ્રચાર કરનારા વિપક્ષોના અપપ્રચારનો પરપોટો ફૂટી ગયો છે , દેશમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં આઠ કરોડ નવી નોકરીઓનું સર્જન થયું છે એમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈમાં જણાવ્યું હતું. શહેરમાં ૨૯ હજાર કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ તથા શીલાન્યાસ કરતાં વડાપ્રધાને મુંબઈને વિશ્વનું ફિન ટેક કેપિટલ બનાવવાની જાહેરાત પણ કરી હતી.
ગોરેગાંવના નેસ્કો સેન્ટર ખાતે જનમેદનીને સંબોધતાં વડાપ્રધાને કહ્યું હતું કે તાજેતરમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા દેશમાં રોજગારી અંગે એક અહેવાલ પ્રગટ થયો છે. તેમાં સ્પષ્ટ જણાવાયું છે કે છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં દેશમાં નવી આઠ કરોડ નવી નોકરીઓ પેદા થઈ છે.