આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. લોકો સવારથી જ નમાજ અદા કરવા માટે મસ્જિદમાં પહોંચ્યા અને ત્યારબાદ તેઓ એકબીજાને ઈદની શુભેચ્છા પાઠવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈદની શુભેચ્છા પાઠવી છે અને લોકોને સારા સ્વાસ્થ્યની કામના કરી છે. આ સાથે તેમણે એમ પણ લખ્યું કે, હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું. ઈદની સાથે પીએમ મોદીએ અક્ષય તૃતીયાની પણ શુભકામનાઓ પાઠવી છે.