સાઉદી અરેબિયામાં શનિવારે (29 માર્ચ, 2025) ઈદનો ચાંદ દેખાયો છે. ત્યારે સાઉદીમાં ઈદનો તહેવાર 30 માર્ચે ઉજવવામાં આવશે. જ્યારે ભારતમાં ઈદ-ઉલ-ફિત્રનો તહેવાર સાઉદી અરેબિયાના એક દિવસ પછી એટલે કે પરમદિવસે (31 માર્ચ) ઉજવવામાં આવશે. ચાંદ દેખાયા બાદ સાઉદી અરેબિયાએ સત્તાવાર રીતે જાહેરાત કરી છે કે રવિવારે ઈદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવશે.