દેશના અન્ય ભાગોની જેમ કાશ્મીરમાં પણ ઇદની ઉજવણી કરવામાં આવી હતી. આર્ટિકલ 370 નાબુદ કરવામાં આવી તે બાદ કાશ્મીરમાં સ્થિતિ તંગદીલ બને તેવી શક્યતાઓ હતી, આ આતંકીઓ પણ સક્રિય થઇ શકે તેમ હતું જેને ધ્યાનમાં રાખીને મોટા પ્રમાણમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ સ્થિતિ વચ્ચે સોમવારે કાશ્મીરીઓએ ઇદની ઉજવણી બહુ જ શાંતિપૂર્ણ માહોલમાં કરી હતી.
જોકે શ્રીનગરમાં સ્થિતિ થોડી તંગદીલ જણાતા અહીં મોટા ભાગની મસ્જિદોની બહાર ભારે સુરક્ષા તૈનાત કરાઇ હતી. આ ઉપરાંત ઇદના બહાને પથ્થરબાજો પણ ફરી સક્રિય થઇ રહ્યા હતા પરીણામે અનેક સંવેદનશીલ વિસ્તારોમાં નમાઝ માટે મસ્જિદોને બંધ રાખવી પડી હતી.