કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે, કેન્દ્ર સરકારની નીતિઓની નિષ્ફળતાના કારણે દેશમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે તથા શ્રમિકો ફરી પલાયન કરવા માટે મજબૂર બન્યા છે.આ અહંકારી અને અભિમાની સરકારને સારા સૂચનોની એલર્જી છે.
રાહુલ ગાંધીએ કોરોનાની વકરતી જતી સ્થિતિને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા કહ્યુ હતુ કે, દેશમાં કોરોનાની બીજી લહેર ભયંકર સ્વરુપ ધારણ કરી રહી છે.શ્રમિકો ફરી પલાયન માટે મજબૂર છે.કોરોના સામે વેક્સીન આપવાના અભિયાની સાથે સાથે શ્રમિકોને પૈસા આપવા જરુરી છે.દેશની ઈકોનોમી માટે પણ આ નીતિ ફાયદાકારક છે પણ આ અભિમાની સરકારને સારા સૂચનો ગમતા નથી.