આતંરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના નવા મેનેજિંગ ડાયરેક્ટર ક્રિસ્ટાલિના જિયોરજીવાએ ભારતમાં વર્તાઈ રહેલી મંદીને લઈને નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હાલ સમગ્ર વિશ્વની ઈકોનોમિ મંદીનો સામનો કરી રહી છે, પરંતુ ભારત જેવા સૌથી મોટા ઉભરતા બજારની ઈકોનોમિમાં આ વર્ષે તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે વિશ્વનો 90 ટકા હિસ્સો ઓછી વૃદ્ધિનો સામનો કરશે.