ઓગસ્ટા વેસ્ટલેન્ડ કૌભાંડમાં પ્રવર્તન નિર્દેશાલય (ED)ની ચાર્જસીટમાં મોટો ઘટસ્ફોટ થયો છે. EDએ તેની ચાર્જશીટમાં કહ્યું છે કે, વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે APનો મતલબ અહમદ પટેલ અને FAMનો મતલબ ફેમિલી જણાવ્યો છે. ઉપરાંત ચાર્જશીટમાં EDએ એમ પણ દાવો કર્યો કે મિશેલના એક પત્ર મુજબ તત્કાલીન PM મનમોહન સિંહ પર તેમની પાર્ટીના નેતાઓ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. EDની ચાર્જશીટ અનુસાર, ક્રિશ્ચિયન મિશેલે કેટલાય એયરફોર્સ અધિકારીઓ અને રાજકારણીઓને 30 મિલીયન યુરોની લાંચ આપી હતી.
જણાવી દઈએ કે, અગાઉ આરોપી વચેટિયા સુશેન ગુપ્તાએ મોટો ખુલાસો કર્યો હતો. EDએ સુશેન ગુપ્તાની અટકાયતની માંગ કરતા કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે, ઓગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ઘોટાળા મામલામાં RG એ 2004થી 2016 વચ્ચે 50 કરોડ રૂપિયાની લાંચ લીધી હતી. EDએ આરોપ લગાવ્યો કે, સુશેન ગુપ્તાએ RG દ્વારા 50 કરોડ રૂપિયાની લાંચ લેવાની વાત કબૂલી છે, પરંતુ RG કોણ છે? અને તેનું ફૂલફોર્મ શું છે? તે નથી જણાવી રહ્યો.