Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • સરકારી માલિકીની પંજાબ નેશનલ બેંક સાથે બેંકના ભ્રષ્ટ અધિકારીઓની સાથે મળીને 12 હજાર કરોડનું આઝાદ ભારતનું સૌથી મોટુ કૌભાંડ આચરીને વિદેશમાં મોજમજા અને બિઝનેસ કરી રહેલા નિરવ મોદીને પરત ભારત લાવવા સરકાર કાયદાકીય પ્રક્રિયા કરી રહી છે. નિરવ મોદી ક્યારે કાયદાના હાથમાં આવશે અને ભારતની કાયદાકીય પ્રકિયામાં તેમને ક્યારે સજા થશે તેની ભવિષ્યવાણી ભલભલાં જ્યોતિષીઓ પણ કરવાની હિંમત નહી કરે. કેન્દ્ર સરકારના નાણા મંત્રી અરૂણ જેટલીએ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું ત્યારે કેટલાક દિવસ તો મૌન પાળ્યું. પછી બોલ્યા અને કહ્યું કે કંપનીઓના સીએ અને ઓડિટરો શું કરતા હતા, સાત વર્ષ સુધી ગોટાળાઓ એક બ્રાંચમાં ચાલતાં રહ્યાં અને કોઇએ ધ્યાન જ ના દોર્યું એ કેવું? તેમણે વ્યાપાર જગતને ઇમાનદારીથી ધંધો કરવાની શિખામણ આપી. ઓડિટરોને જવાબદાર માનનાર આ સરકારે ઓડિટરની કામગીરી પર નજર રાખવા કેન્દ્ર નવી એજન્સીની રચના કરશે. નાણામંત્રીએ આ બેંક કૌભાંડ માટે સીસ્ટમને જવાબદાર ઠેરવીને પોતાના મંત્રાલયનો બચાવ કર્યો.

    દરેક સરકારને આવા પ્રસંગે પોતાનો બચાવ કરવાનો અબાધિત અધિકાર છે. કોઇ સરકાર એમ નહીં કહે કે એમાં સરકારનો વાંક છે. દરેક સરકારને રેઇનકોટ પહેરીને બાથરૂમમાં નાહવાનું ગમે છે. વિપક્ષમાં હોય ત્યારે એક વાત કરવી અને સત્તામાં આવે પછી બીજી વાત કરવી એવા નેતાઓને દેશની જનતા ઓળખવા લાગી છે. 2014માં જે કહ્યું હતું તેમાં તમામ મોરચે યુ-ટર્ન લેવાઇ રહ્યું છે. બેંક સાથે 12 હજાર કરોડની ઠગાઇ કરનાર દાવોસમાં કેમ હતો..? શું એ પણ રાહુલ બજાજના શબ્દોમાં કહીએ તો તત્કાલીન વડાપ્રધાન દેવગોવડાની જેમ ફરવા આવ્યો હતો? આ વડાપ્રધાન પોતાના બાંય વગરના ઝભ્ભાની પસંદગીનાં અંગત ધ્યાન આપતા હોય તે આવા પ્રવાસમાં તેમની સાથે કોણ રહેશે તેની યાદી પીએમઓના કોઇ વર્ગ-2 કક્ષાના સામાન્ય અધિકારીએ તૈયાર કરી હશે એમ દેશની જનતા માની લે ?

  • વાંક છે સરકારનો કોઇ દોષ નથી એમ કોઇ બચાવ કરે તો પછી આપણે તે વખતના રેલવેમંત્રી લાલબહાદુર શાસ્ત્રીનો મૂર્ખ માનવા જોઇએ કે તેમણે એક રેલ અકસ્માતમાં કેટલાક નિર્દોષ મુસાફરો માર્યા ગયા ત્યારે મંત્રીપદેથી રાજીનામુ આપી દીધુ હતું. ઓડિટરોની ભૂલ છે પણ બેંકો પર નજર રાખનાર રિઝર્વ બેંકની કોઇ જવાબદારી બને છે? કેગ દેશના સૌથી મોટા ઓડિટર છે. કેગ દ્વારા 1.76 લાખ કરોડનું ટુજી કૌભાંડ શોધી કાઢવામાં આવ્યું. સરકાર બદલાઇ અને તમામ આરોપીઓ બાઇજ્જત જાહેર થયાં. સરકારે તે વખતના કેગ વિનોદ રાય સામે પગલા ભરવા જોઇએ, કેમ કે તેમણે એવા કોઇ પુરાવા શોધ્યા જ નહીં કે જેના આધારે તપાસ એજન્સી કોર્ટમાં કેસ મજબૂત કરી શકી હોત. દેશના આટલા મોટા કૌભાંડના આરોપીઓ એ સરકારના શાસનમાં છુટી ગયા કે જેણે વિપક્ષમાં આ મુદ્દાનો એવો ચગાવ્યો કે બસ, અમને સત્તા સોંપો આવા કૌભાંડીઓને જેલના સળિયા પાછળ ના ધકેલું તો મને બીજીવાર વોટ ના આપતા. આરોપીઓ મરક મરક હસતા હસતા નિકળી ગયા. જેલના સળિયાનો રંગ હજુ ઉતર્યો નથી. નિરવ મોદી પણ છુટી જશે. સમય જતાં આવા કૌભાંડો બીજુ કૌભાંડ ના થાય ત્યાં સુધી વિસરાઇ જશે. દેશ ઇચ્છે છે કે કોઇ એકને તો વિદેશથી બાવડે દોરડા બાંધીને લાવો. વોટ તો મળ્યા કરશે પણ વિશ્વાસ નહીં. સરકારનો વાંક છે નહીં.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ