દેશમાં ખાદ્યતેલની આશરે 70 ટકા જરૂરિયાત આયાતી તેલથી પૂરી થાય છે તે સ્થિતિમાં કેન્દ્ર સરકારે ક્રૂડ પામ, સોયા, સૂર્યમુખી તેલ પર 20 ટકાની કસ્ટમ ડ્યુટી વધારી દેતાં તેમજ રિફાઈન્ડ તેલમાં પણ તોતિંગ ડ્યુટી વધારતા સૌરાષ્ટ્ર તેલ બજારમાં આજે બેફામ ભાવ વધારો ઝીંકવામાં આવ્યો હતો. તેલ બજારમાં ભારે ઉથલ-પાથલ મચી હતી અને વેપારીઓની મિલો પાસેથી અને ગ્રાહકોની વેપારીઓ પાસેથી ખરીદી પણ નોંધપાત્ર ઘટી જવા પામી છે. વેપારીઓએ માલ ઉપાડવાનું મોકુફ રાખી દીઘું હતું.