ઇડીએ ચાઇનિઝ નાગરિકો દ્વારા સંચાલિત લોન એપના કેસોની મની લોન્ડરિંગ તપાસ હેઠળ પેમેન્ટ ગેટવે રેઝરપે અને અન્ય કેટલીક કંપનીઓેના પરિસરો પર દરોડા પછી ૭૮ કરોડ રૂપિયાની ડિપોઝીટ ફ્રીઝ કરી દીધી છે. ઇડીએ જણાવ્યું છે કે ૧૯ ઓક્ટોબરે બેંગાલુરુમાં પાંચ પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં.
મની લોન્ડરિંગનો આ તપાસ બેંગાલુરુ પોલીસના સાયબર અપરાધ પોલીસ સ્ટેશનની તરફથી અનેક સંસ્થાઓ અને વ્યકિતઓની વિરુદ્ધ દાખલ કરવામાં આવેલા ૧૮ કેસો સાથે સંકળાયેલ છે. આ કેસોમાં પ્રજાની સાથે બળજબરીપૂર્વક ઉઘરાણી અને સતામણીના કેસો પણ સામેલ છે.